'આ ટ્રસ્ટ સનાતન વૈદિક પરંપરાની ધાર્મિક પૃષ્ઠભૂમિ ધરાવે છે...'

વર્ષ ૧૯૭૨માં સ્થાપવામાં આવેલું શ્રી માધવ સેવા મંડળ એક સરકારમાન્ય ધર્માદા ટ્રસ્ટ છે કે જે સમાજ કલ્યાણની અનેક પ્રવૃત્તિઓ ચલાવે છે.

'આ ટ્રસ્ટ સનાતન વૈદિક પરંપરાની ધાર્મિક પૃષ્ઠભૂમિ ધરાવે છે...

વર્ષ ૧૯૭૨માં સ્થાપવામાં આવેલું શ્રી માધવ સેવા મંડળ એક સરકારમાન્ય ધર્માદા ટ્રસ્ટ છે કે જે સમાજ કલ્યાણની અનેક પ્રવૃત્તિઓ ચલાવે છે.

'આ ટ્રસ્ટ સનાતન વૈદિક પરંપરાની ધાર્મિક પૃષ્ઠભૂમિ ધરાવે છે...

વર્ષ ૧૯૭૨માં સ્થાપવામાં આવેલું શ્રી માધવ સેવા મંડળ એક સરકારમાન્ય ધર્માદા ટ્રસ્ટ છે કે જે સમાજ કલ્યાણની અનેક પ્રવૃત્તિઓ ચલાવે છે.

'આ ટ્રસ્ટ સનાતન વૈદિક પરંપરાની ધાર્મિક પૃષ્ઠભૂમિ ધરાવે છે...

વર્ષ ૧૯૭૨માં સ્થાપવામાં આવેલું શ્રી માધવ સેવા મંડળ એક સરકારમાન્ય ધર્માદા ટ્રસ્ટ છે કે જે સમાજ કલ્યાણની અનેક પ્રવૃત્તિઓ ચલાવે છે.

'આ ટ્રસ્ટ સનાતન વૈદિક પરંપરાની ધાર્મિક પૃષ્ઠભૂમિ ધરાવે છે...

વર્ષ ૧૯૭૨માં સ્થાપવામાં આવેલું શ્રી માધવ સેવા મંડળ એક સરકારમાન્ય ધર્માદા ટ્રસ્ટ છે કે જે સમાજ કલ્યાણની અનેક પ્રવૃત્તિઓ ચલાવે છે.

આપણા વિશે

ઈતિહાસ: વર્ષ ૧૯૭૨માં સ્થાપવામાં આવેલું શ્રી માધવ સેવા મંડળ એક સરકારમાન્ય ધર્માદા ટ્રસ્ટ છે કે જે સમાજ કલ્યાણની અનેક પ્રવૃત્તિઓ ચલાવે છે.
સ્થાપક: શ્રી માધવ ઉપનિષદ આશ્રમના સંસ્થાપક શ્રોત્રિય સંત પરમ પૂજ્ય શ્રીયોગીરાજ બાપજીએ સન ૧૯૭૨માં ગરીબ વિધવાઓ માટે અનાજ વિતરણ તથા ઔષધ-ઉપચાર માટે સહાયતા આપવાનો પ્રારંભ કર્યો.
વ્યવસ્થાપન:

ત્યારથી આ ઉમદા પ્રવૃત્તિ પૂજ્ય શ્રીયોગીરાજ બાપજી દ્વારા, પછી તેમના અનુગામી પૂજ્ય શ્રીપુરુષોત્તમ બાપજી દ્વારા, પછી પૂજ્ય શ્રીનારાયણ બાપજી દ્વારા તેમ જ તેમના પછી શ્રીમાધવ સેવા મંડળ ટ્રસ્ટ દ્વારા આજ સુધી ચલાવવામાં આવી રહી છે.

પછીના વર્ષોમાં અનાજ વિતરણ અને ઔષધ-ઉપચાર ઉપરાંત દૈનિક આવશ્યકતાઓ માટેની અન્ય સહાયતાઓ પણ આ પ્રવૃત્તિમાં ઉમેરાઇ છે, જે અત્યારે પણ દર મહિનાની ૧૫ તારીખે માસિક ધોરણે લાભાર્થીઓ સુધી પહોંચી રહી છે.
.

મંદિર

આ ટ્રસ્ટ સનાતન વૈદિક પરંપરાની ધાર્મિક પૃષ્ઠભૂમિ ધરાવે છે. તેના પ્રાંગણમાં એક સુંદર અને ભવ્ય મંદિર છે. તેમાં વિવિધ સંપ્રદાયોના દેવી-દેવતાઓની પૂજા-અર્ચના કરવામાં આવે છે.

તેમાં સ્થાપિત દેવતાઓમાં શેષશાયી ભગવાન શ્રીવિષ્ણુ (લક્ષ્મીજી સહિત), ચાર ધામના દેવો (બદ્રીનારાયણ, રામેશ્વર, દ્વારકાધીશ અને ભગવાન જગન્નાથ), દ્વાદશ જ્યોતિર્લિંગ, શ્રીનાથજી, શ્રીરામ-સીતા-લક્ષ્મણ, હનુમાનજી તથા અંબા-ગાયત્રી-સરસ્વતી-ખોડીયાર માતાજી વગેરે છે.

અનુભવી પૂજારીઓ દ્વારા તેમની નિત્ય પૂજા-આરતી વગેરેની વિધિ થાય છે. ઉપરાંત દિવસ-તિથિ અનુસાર વિશેષ પૂજન-અર્ચન-અભિષેક વગેરે પણ કરવામાં આવે છે.

ભક્તો પણ પોતાની ઇચ્છા અનુસાર ભગવાન શિવનો રુદ્રાભિષેક, ભગવાન વિષ્ણુનો સહસ્ત્રનામ સહિત અભિષેક, ભગવાન કૃષ્ણના હિંડોળાનાં દર્શન, નવરાત્રિમાં માતાજીનો હવન વગેરે અનેક વિધિઓ કરાવી શકે છે.

સામાજિક કલ્યાણ

ટ્રસ્ટમાં અત્યારે નોંધાયેલા લાભાર્થીઓના કુલ ૧૨૦૦+ પરિવારજનો ટ્રસ્ટની સમાજસેવાનો લાભ લઇ રહ્યા છે. નવા લાભાર્થીની નોંધણી માટે કડક મૂલ્યાંકન પ્રક્રિયા નક્કી કરવામાં આવી છે, જેથી લાભાર્થીની યોગ્યતા વિશે સ.પૂર્ણ ખાતરી થઇ શકે. આ ઉમદા પ્રવૃત્તિમાં આર્થિક યોગદાન ઉપરાંત પોતે જાત-મહેનતનું શ્રમદાન આપવા માટે ઘણા બધા દાતાઓ સ્વયં-સેવક તરીકે આશ્રમમાં સહાયતા કરવા માટે વિતરણની પહેલાંના તેમ જ વિતરણના દિવસે આવે છે.

આ પ્રવૃત્તિનો અંદાજિત વાર્ષિક ખર્ચ વર્ષ ૨૦૨૨-૨૩ અનુસાર રૂ. ૫૦ લાખ જેટલો આવ્યો છે. પારદર્શક નીતિઓ અને કાર્યક્ષમ વહીવટના કારણે આ ટ્રસ્ટ તેની સ્થાપનાથી અત્યાર સુધી દાતાઓનું વિશ્વાસપાત્ર બનીને રહ્યું છે.

લાભાર્થી તથા તેમના પરિવારોને નીચે મુબની સહાયતાઓ પૂરી પાડવામાં આવે છે –

સહાયતા સમયગાળો વિગતો
દૂધ વિતરણ દૈનિક લાભાર્થીઓનાં નાનાં બાળકો માટે સવારે દૂધ અને બિસ્કિટનું વિતરણ
અનાજ-કરિયાણાનું વિતરણ માસિક દર મહિનાની નિર્ધારિત તારીખે લાભાર્થીઓ અને તેમના ઉપર અવલંબિત પરિવાર માટે અનાજ, દાળ, કઠોળ, કાંદા-બટેટા, ખાંડ વગેરેનું વિતરણ
વસ્ત્ર વિતરણ પ્રસંગોપાત ક્યારેક તહેવારોમાં લાભાર્થીઓ માટે પહેરવાનાં કપડાં
આરોગ્યનું માર્ગદર્શન તથા ઔષધો માસિક દર મહિનાની નિર્ધારિત તારીખે લાભાર્થીઓ માટે ડોક્ટર દ્વારા આરોગ્ય ચકાસણી, માર્ગદર્શન તથા દવાઓનું વિતરણ
અભ્યાસલક્ષી સહાયતા વાર્ષિક લાભાર્થીઓનાં સંતાનોને ભણવા માટે આવશ્યક સાહિત્ય તથા શિષ્યવૃત્તિ
વ્યવસાયલક્ષી માર્ગદર્શન વાર્ષિક માધ્યમિક તેમ જ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ લઇ ચૂકેલા તેમ જ લઇ રહેલા લાભાર્થીઓનાં સંતાનો માટે નિષ્ણાતો પાસેથી વ્યવસાય વિશે માર્ગદર્શન
વૈદ્યકીય શિબિર પ્રસંગોપાત દાંત, આંખ તથા અન્ય ચેક-અપ, હિમોગ્લોબીન ચેક-અપ અને તેની ખામીના ઇલાજ માટે દવાઓ તથા અન્ય જરૂરી સારવાર, અન્ય નિષ્ણાત ડોક્ટરો દ્વારા માર્ગદર્શન

 

સામાજિક કલ્યાણ

વરિષ્ઠ નાગરિકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કર્યા વિના કોઈ પણ ઉમદા કાર્ય પૂર્ણ હોવાનું કેવી રીતે કહી શકાય?

વરિષ્ઠ નાગરિકો, પરિવારો, માંદગીથી બિમારીમાંથી સાજા થયેલાઓ અથવા સત્સંગ હોલમાં કોઈ ધાર્મિક કાર્યક્રમ બુક કરાવવા માંગતા મહેમાનો માટે કામચલાઉ રોકાણ માટે ૧૯ આત્મનિર્ભર એપાર્ટમેન્ટ પ્રકારના એકમો સાથેની અદ્યતન એપાર્ટમેન્ટ શૈલીની ઇમારત અહીં ઉપલબ્ધ છે.

અપાર્ટમેન્ટના દરેક બ્લોકમાં ઓછામાં ઓછું એક રૂમ, રસોડું અને વોશરૂમ છે (સ્ટુડીયો અપાર્ટમેન્ટ), જ્યારે કેટલાક એક બેડરૂમ સાથે મોટા બ્લોક પણ છે. બધા એકમોમાં બેડ, રેફ્રિજરેટર, રસોઈ ગેસ, રસોડાનાં વાસણો વગેરે સગવડો છે. કેટલાક બ્લોકમાં એરકન્ડિશન્ડ રૂમ પણ છે.
.

સત્સંગ હોલ

વાતાનુકુલિત અને અન્ય સુવિધાઓથી સુસજ્જ મોકળાશ ભર્યો એક સત્સંગ હોલ આ જ પ્રાંગણમાં આવેલ છે. તેમાં વર્ગખંડની જેમ બેઠકવ્યવસ્થામાં 300+ શ્રોતાગણને સમાવવા માટે જગ્યા છે અને સાથે કાયમી ધોરણે બાંધવામાં આવેલું સ્ટેજ પણ છે.

આ હોલ માત્ર ધાર્મિક કાર્યક્રમો, ઉત્સવો અને મેળાવડાઓ માટે ઉપલબ્ધ કરાવવામાં આવે છે જેવા કે પ્રવચનો, કથા-સપ્તાહ (જેમ કે રામાયણ, ભાગવત, શિવ પુરાણ વગેરે), યજ્ઞ, સત્સંગ, કીર્તન, યોગના વર્ગો વગેરે.

બેઠકની વ્યવસ્થા માટે ખુરશીઓ, ગાદીઓ તેમ (ભારતીય બેઠક માટે) સહિત મળતો આ હોલ કોઇ પણ ધાર્મિક કાર્યક્રમ માટે એક ઉત્તમ સ્થળ છે.